પીઢ અભિનેતા શશી કપૂરને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને  શ્રધ્ધાંજલિ અર્પી

Update: 2017-12-05 05:05 GMT

વિખ્યાત અભિનેતા શશી કપૂરનાં નિધનનાં સમાચાર જાણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર ઉપર અંજલી આપતા કહ્યું હતું કે ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોના ફલક પર નામના મેળવનારા આ અભિનેતાના અવસાનથી આઘાત લાગ્યો. તેમણે ઘણી અર્થપૂર્ણ ફિલ્મો આપી હતી એટલું જ નહીં રંમગંચની પ્રવૃત્તિમાં પણ બહુમૂલ્ય યોગદાન આપ્યુ હતુ.તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરૃં છું.

શશી કપૂરના સિનેમા ક્ષેત્રે યોગદાનને યાદ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું ફિલ્મ અને નાટયક્ષેત્રે શશી કપૂરે તેમની બહુમુખી પ્રતિમાના દર્શન કરાવ્યા હતા. તેમની ઉત્તમ અદાકારી સદાય યાદ રહેશે. આ મહાન અભિનેતાના ચાહકો અને પરિવારજનો પ્રત્યે હું દિલસોજી પ્રગટ કરૃં છું.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે શશી કપૂરના અવસાનથી એક યુગનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડેએ શશી કપૂરને અંજલિ આપી હતી.

 

Similar News