પુજારા ભારતનાં  ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12 બેવડી સદી કરનારો પ્રથમ બેટ્સમેન

Update: 2017-11-03 04:50 GMT

ભારતીય ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રનાં કેપ્ટન ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં ચાલી રહેલી ઝારખંડ સામેની રણજી મેચમાં 204 રન ફટકારતા ભારતનાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો હતો. ચેતેશ્વર પુજારા આ સાથે ભારતના ફર્સ્ટ કલાસ ક્રિકેટના ઈતિહાસમાં 12 બેવડી સદી ફટકારનારો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો હતો.પુજારાએ આ સાથે લેજન્ડરી બેટ્સમેન વિજય મર્ચન્ટના ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 બેવડી સદી ફટકારવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.

રાજકોટમાં ચાલી રહેલી રણજી મેચમાં કેપ્ટન પુજારાએ 566 મિનિટ બેટીંગ કરતા 355 બોલનો સામનો કર્યો હતો અને 28 ચોગ્ગાની મદદથી 204 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવામાં પુજારા હવે પ્રથમ ક્રમે આવી ગયો છે.

Similar News