પૂર્વ વડાપ્રધાન વાજપેયી એઇમ્સમાં દાખલ, નિયમિત તપાસ માટે લવાયા

Update: 2018-06-11 11:21 GMT

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હવે 93 વર્ષની વય વટાવી ચૂક્યા છે. જેથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી સતત તબીબી નિરિક્ષણમાં રાખવામાં આવે છે. તેમને આજે દિલ્હી ખાતે એઇમ્સમાં નિયમિત ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. આ સંદર્ભે એઇમ્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે, અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર છે અને એઇમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળ ડોક્ટર્સની ટીમ તેમની દેખભાળ કરી રહી છે.

અટલ બિહારી વાજપેયી ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે. તેઓ પોતાના નિવાસ સ્થાને જ ડોક્ટરોની દેખરેખમાં રહે છે. આજે ડોક્ટર્સની સલાહને પગલે જ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજેપી તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, નિયમિત ચેકઅપ માટે તેઓ અહીં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જેમની ટીમ અટલજીની દેખરેખ કરી રહી છે તે ડો. ગુલેરિયા દેશના પહેલા ડોક્ટર છે, જેમને પલ્મનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં ડીએમની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1992માં તેઓ એઇમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા.

Tags:    

Similar News