પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ઘટાડો

Update: 2016-08-01 04:20 GMT

આજે ફરી એકવાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 1.42 રૂપિયાનો જ્યારે ડિઝલની કિંમતમાં પ્રતિ લીટર 2.01 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 62.51 રૂપિયાથી ઘટીને 61.09 અને ડિઝલની કિંમત 54.28 રૂપિયાથી ઘટીને 52.27 પ્રતિ લીટર થશે. મધરાતથી પેટ્રોલ અને ડિઝલની નવી કિંમતો લાગુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામાં જ સરકાર દ્વારા આ બીજીવાર પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ 16 જુલાઇના રોજ પેટ્રોલમાં પ્રતિ લીટર 2.25 રૂપિયાનો ઘટાડો કરાયો હતો જ્યારે ડિઝલની કિંમતમાં 0.42 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કરાયો હતો.

Similar News