પેટ્રોલ પંપ પર ગેરરીતિ અટકાવવા માટે ઇલેક્ટ્રોનિક ફ્લો મીટર લગાવાશે

Update: 2017-09-10 09:25 GMT

પેટ્રોલ પંપ પર વાહનમાં ઇંધણ પુરાવા માટે જતા વાહન ચાલકો ઓછું પેટ્રોલ મળતું હોવાની ફરિયાદો કરતા હોય છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર પંપ પર ઇલેક્ટ્રોનિક ફ્લો મીટર લગાવીને આ પ્રકારની ચાલબાજીને અટકાવવાનો પ્રયાસ કરશે.

કેન્દ્રીય કન્ઝયુમર્સ અફેર્સ મંત્રી રામવિલાસ પાસવાને મિડીયાને જણાવ્યુ હતુ કે દેશમાં ઘણી જગ્યા પર પેટ્રોલપંપ પર પેટ્રોલ ઓછું રીફીલ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ પ્રકારની ગોબાચારીને અટકાવવા માટે પેટ્રોલપંપ પર ઇલેક્ટ્રોનિક ફ્લો મીટર લગાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

Similar News