પ્રવાસીઓને સાદ પાડી બોલાવી રહયું છે... ગિરિમથક સાપુતારાનું આહલાદક વાતાવરણ

Update: 2019-08-30 10:21 GMT

ગુજરાત કી આંખો કા તારાનાં ઉપનામથી મશહૂર એવા ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન વાતાવરણમાં રોજેરોજ અવનવા દ્રશ્યો સર્જાતા સમગ્ર જોવાલાયક સ્થળો દીપ્યમાન બની ઉઠ્યા છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="110060,110061,110062"]

સાપુતારા ખાતે શુક્રવારે સવારનાં વેળાએ સર્જનહારની સર્જનાત્મક કૃતિમાં વાદળછાયા વાતાવરણ એટલે કે વાદળોનાં સફેદ ગોટે ગોટા જાણે કે પર્વતમાળાનાં શીખરને અડીને અપાર સૌંદર્યને વેરતા હોય તેવા આહલાદક દ્રશ્યો રચાતા અહીં પ્રવાસીઓને સાદ પાડી બોલાવી રહયા હોવાનું પ્રતિત થઈ રહયું હતું.

Similar News