ફેસબુક મેસેન્જર વાપરો છો? તો આ વાંચજો

Update: 2018-03-04 13:28 GMT

હાલ ફેસબુક સહીત જુદા જુદા સોશ્યિલ પ્લાટ ફોર્મસનો ઉપીયોગ યુવાઓની સાથે સાથે વડીલો માં પણ વધી રહ્યો છે આ સોશ્યિલ પ્લેટફોર્મ્સના જેટલા ફાયદા છે એટલાજ નુખસાન પણ છે. કેટલાક લોકો અને પોતાના શોખ માટે તો કેટલાક લોકો પોતાના વ્યાપાર માટે વાપરે છે તો કેટલાક ભેંજા બાજો આ સોશ્યિલ મીડિયાનો ઉપીયોગ લોકોને છેતરી કમાણી કરવામાં વાપરે છે. અવાજ એક ભેજે બાજ ને મોરબી પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે પકડી પડ્યો છે.

ધાર્મિક પાબારીની નામનો આ યુવકની સોશ્યલ મિડિયાનો દુર ઉપયોગ કરવા બદલ ધરપકડ થઇ છે. આ ભેજાબાજ યુવાન લોકોના ફેસબુકના એકાઉન્ટ હેક કરીને લોકો પાસેથી મેસેન્જર મારફતે મંગાવતો રૂપિયા પડાવતો હતો.

મૂળ જામનગરનો આ યુવાન જુદા જુદા તારિકા થી લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કરી તેના માધ્યમથી ફેસબુક મેસેંજર માંની ચેટ કરી લોકો ને બ્લૅકમેલ કરતો અને પછી મસ્ત મોટી રકમ પડાવી લઇ પલાયન થઇ જતો.

મોરબી પોલીસે બનાવ અંગે જણાવ્યું હતું કે લોકોએ પોતાના કોઈ પણ સોશ્યિલ પ્લેટફોર્મ ના પાસ્વર્ડ સમય અંતરે બદલતા રેહવું જોઈએ તદ્ ઉપરાંત કોઈ પણ અજાણી વાઇફાઇ નેટવર્ક થી કોઈ દિવસ એક્સિસ ના કરવું જોઈએ અને પોતાના પરસનલ ડેટા નું એક્સિસ સિલેકટેડ એપ્લિકેશનનેજ આપવા જોઈએ.

Tags:    

Similar News