બાયડ : વિધાનસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાશે જંગ

Update: 2019-09-30 16:04 GMT

બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. ભાજપના ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઈ પટેલે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છે. આ બંને ઉમેદવારોને ટકકર આપવા માટે રાજુભાઇ ખાંટે અપક્ષ ઉમેદવારી કરી છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામુ આપતા ખાલી પડેલી બાયડ વિધાનસભાની બેઠક માટે ચૂંટણીનો જંગ જામી ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ બાયડ પ્રાંત કચેરીએ રેલી યોજી ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બરે ભાજપમાંથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસમાંથી જશુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાજપે જાહેર સભા યોજી હતી. ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા તથા ગોરધન ઝડફીયાએ પણ કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી. બીજી તરફ કોંગ્રેસે બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માલપુરના સ્થાનિક નેતા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. તેઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ઢોલ- નગારાના તાલે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીમાં ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યા હતા.. ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતાં.ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેમાં કોઇ બે મત નથી, ત્યારે બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ બાર જેટલા ઉમેદવારોએ જંગમાં જંપલાવ્યું છે.. અપક્ષમાંથી ઉમેદવારી કરનારા રાજૂભાઈ ખાંટ પણ કેટલાક મુદ્દાઓને લઇને ચૂંટણી મેદાને પડ્યા છે.

 

Tags:    

Similar News