બેંકોના ટ્રાન્સેક્સન ચાર્જ રદ કરવા સામે પેટ્રોલપંપ ધારકોએ પોતાનો નિર્ણય 13 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો

Update: 2017-01-09 06:36 GMT

બેંકો દ્વારા પેટ્રોલ અને ડીઝલના કાર્ડ થી થતા ટ્રાન્જેક્શન પર 1 ટકા ચાર્જ વસુલ કરતા રવિવારના રોજ ઓલ ઇન્ડિયા એસોસિયેશન દ્વારા દેશના બધા પેટ્રોલ પંપ પર કાર્ડ ન સ્વીકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેને પગલે સરકાર દ્વારા બેંકોને હાલમાં ચાર્જ વસુલ ન કરવાનું કહેવાતા બેંકો એ આ નિર્ણય હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. જેને પગલે પેટ્રોલ પંપ માલિકોએ પણ 13 જાન્યુઆરી સુધી કાર્ડ સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

શા માટે વિરોધ કરે છે પેટ્રોલ પંપના માલિકો ?

સરકાર દ્વારા નોટબંધી બાદ કેશલેશ વ્યવહારોને પ્રોત્સાહન મળતા કેશલેસ વ્યવહારો વધ્યા છે અને લોકો હવે મોટાભાગે પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ વધારે કરતા થયા છે. બીજી તરફ પેટ્રોલ પંપ ધારોકના કહેવા પ્રમાણે તેમને બે થી અઢી ટકા સુધીનું માર્જિન મળતુ હોય છે બેંક દ્વારા આ કેશલેસ વ્યવહારો પર 1 ટકા ચાર્જ વસુલ કરવામાં આવે તો પેટ્રોલ પંપ ધારકોના માર્જીનમાં મોટો ઘટાડો થાય છે તેથી વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ તો બીજી તરફ બેંકો દ્વારા ડેબિટ કાર્ડ સહિતની સુવિધા પર વસુલવામાં આવતા ચાર્જનો લોકો પણ વિરોધ કરી રહ્યા છે.

 

Similar News