બોલીવૂડનાં સુપરસ્ટાર તરીકે થયેલા એક સર્વેમાં સલમાન ખાન પ્રથમ ક્રમાંકે

Update: 2017-08-20 06:20 GMT

એક જાણીતી ન્યુઝ ચેનલે તાજેતરમાં બોલીવૂડના સુપરસ્ટાર તરીકેની લોકપ્રિયતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. દેશભરમાં થયેલા આ સર્વેમાં સલમાન ખાને આ બહુમાન મેળવ્યુ છે.

ભારતના દેશભરના રાજ્યોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સલમાન ખાનને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે. આ પછી અમિતાભ બચ્ચન અને શાહરૃખ ખાનના નામ છે. જ્યારે અક્ષય કુમાર ચોથા ક્રમાંકે, પ્રભાસ પાંચમાં, આમિર ખાન છઠ્ઠા ક્રમાંકે, રણબીર કપૂર સાતમાં, હૃતિક રોશન આઠમાં, રણવીર સિંહ નવમાં સ્થાને, વરૃણ ધવન ૧૦માં સ્થાને, શાહિદ કપૂર ૧૧માં ક્રમાંક, નવાઝુદ્દિન સિદિકી ૧૨માં સ્થાને, સિધ્ધાર્થ મલ્હોત્રા, ફરહાન અખ્તર અને સિદ્ધાર્થ રોય કપૂર, રાણા દગ્ગુબાતી અને સુશાંતિ સિંહ રાજપૂત ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭મું સ્થાન મેળવ્યું છે.

આ સર્વે દેશભરના ૧૯ રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. મૂડ ઓફ ધ નેશન નામથી કરાયેલા આ સર્વેમાં ૮૩૨૯ ગ્રામીણ વ્યક્તિ અને ૩૮૪૯ લોકો શહેર વિસ્તારના હતા. આ સર્વે પ્રમાણે બોલીવૂડના સુપરસ્ટાર તરીકે સલમાન ખાન દેશભરમાં લોકપ્રિય હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં સલમાન ખાનની ફક્ત ટયુબલાઇટ ફિલ્મ રીલિઝ થઇ છે. જે બોક્સઓફિસ પર નિષ્ફળ સાબિત થઇ છે.

Similar News