ભરુચ: ધુમ્મસના ધુમાડામાં ઢંકાયું શહેર, ચારેય તરફ અંધકાર છવાયો

Update: 2020-03-02 04:58 GMT

દક્ષિણ

ગુજરાતમાં આજે ફરી ધુમ્મસનું વાતાવરણ સર્જાયું હતું. ભરુચમાં અચાનક વાતાવરણમાં

પલટો આવતા સમગ્ર શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલુ જોવા મળ્યું છે. ભારે

ધુમ્મસથી રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થતા જોવા

મળ્યા. રસ્તાઓ પર અંધકાર છવાતા અકસ્માતના ભય હેઠળ વાહન ચાલકો માટે વાહન ચલાવવું

મુશ્કેલ બન્યું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ટ્રેન અને વાહન વ્યવહાર પર અસર જોવા

મળી હતી.

બીજી તરફ ધુમ્મસની ચાદર પથરાતાં શહેરમાં આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા

હતા. હિલ સ્ટેશન જેવુ વાતાવરણ જોવા મળ્યું હતું. નર્મદા નદી અને ગોલ્ડન બ્રિજ પણ

ધુમ્મસના ધુમાડામાં ઢંકાય ગયો હતો. જો કે, શહેરવાસીઓ અચાનક બદલાયેલા  વાતાવરણની મજા માણી હતી. 

Tags:    

Similar News