ભરૂચ : અંકલેશ્વરની એક ઓફિસમાં ત્રાટકી ધારીયાગેંગ, તમે પણ જુઓ CCTV ફુટેજ

Update: 2020-09-16 11:54 GMT

અંકલેશ્વર જીઆઈડીસીમાં ધારીયાધારી ગેંગ ફરી સક્રિય થઇ છે. જી. દલાભાઈ ટ્રાન્સપોર્ટ પાસે આવેલ સત્યા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ધારીયાધારી ગેંગના સાગરિતોએ બારી દરવાજા તોડી કંપનીની ઓફિસમાંથી રૂપિયા 7 હજાર રોકડા ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં. 

અંકલેશ્વર ઉદ્યોગનગરીમાં  અંદાજિત એકાદ વર્ષ પહેલા ધારિયાધરી ગેંગ દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. અને કેટલીક એન્જીનીયરીંગ કંપનીઓમાં ચોરીઓના બનાવો બન્યાં હતાં. એક વર્ષ બાદ ફરી ધારીયાગેંગની હાજરી નોંધાતાં કંપની સંચાલકોમાં ભય જોવા મળી રહયો છે. અંકલેશ્વર જીઆડીસીમાં આવેલ જી દલાભાઈ ટ્રાસન્પોર્ટ પાસે આવેલ સત્યા એન્ટરપ્રાઇઝ નામની  કંપનીને  ધારિયાધારી ટોળકીએ નિશાન બનાવી હતી. ગેંગના બે સાગરિતો કંપાઉન્ડ વોલ કુદી ઓફિસની બારી તોડી અંદર પ્રવેશી તેમાં રાખેલાં 7 હજાર રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયાં હતાં. આ સમગ્ર ઘટના કંપનીમાં લાગેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. પોલીસે ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags:    

Similar News