ભરૂચ ગોલ્ડન બ્રિજનું નિરીક્ષણ કરતા સીએમ વિજય રૂપાણી

Update: 2017-04-13 12:16 GMT

ભરૂચમાં જૈન આચાર્ય શ્રી પ.પૂ. રત્નસુંદર સુરીશ્વરજી મહારાજને પદ્મભૂષણ એવોર્ડ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બની રહેલા બ્રિજનું નિરીક્ષણ કર્યુ હતુ.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બની રહેલા બ્રિજની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે સીએમ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભરૂચ અંકલેશ્વરને જોડતા કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા થી વાહન ચાલકોને નવો બ્રિજ કાર્યરત થશે એટલે મુક્તિ મળશે, અને બ્રિજ આગામી જુન 2018માં નિર્માણ પામી જશે અને ત્યાર બાદ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.

Tags:    

Similar News