ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ, જુઓ આચાર્યોઓએ શું આપ્યો સંદેશ

Update: 2020-11-10 14:13 GMT

ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે રંગોળી, વસ્ત્ર પરિધાન સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને પોતાની કલાનું નિર્દશન કર્યું હતું…….

કોરોના વાયરસના કહેર વચ્ચે સર્વત્ર હતાશાનો માહોલ છે ત્યારે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ શૈક્ષણિક સત્રના અંતિમ દિવસે શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે વસ્ત્ર પરિધાન, રંગોળી સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વાલીઓના માર્ગદર્શન હેઠળ છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભુલકાંઓ અવનવી વેશભુષા સાથે શાળામાં આવી પહોંચ્યાં હતાં. દિવાળીનું પર્વ છે અને ફટાકડાના ધુમાડાથી ફેલાતાં વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખી વાલીઓમાં અને છાત્રોમાં પર્યાવરણની જાળવણી અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય રેખા શેલકેએ જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીમાં થોડા પૈસાની બચત કરી તેમાંથી ગરીબ બાળકોને મનગમતી વસ્તુઓ આપવી જોઇએ. વધુમાં તેમણે વાલીઓને ફટાકડા નહિ ફોડી પર્યાવરણની જાળવણી કરવા અપીલ કરી હતી. જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક સહિત સ્ટાફે હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Tags:    

Similar News