ભરૂચ જિલ્લામાં નર્મદા યાત્રા યોજાશે

Update: 2017-06-27 05:51 GMT

ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્રારા 6 જુલાઈ થી 14 જુલાઈ દરમિયાન નર્મદા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભરૂચ જિલ્લાના ગામોમાં નર્મદા નદીના પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે. જ્યારે જે ગામો કેનાલ મારફતે પાણી પહોંચતા નથી તેવા ગામોને પણ નર્મદા નદીના પાણી આપવાની યોજના સરકારના નહેર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

વધુમાં ગામોના લોકોને જળની મહત્તા અને અગત્યતા સમજાવવા તેમજ નર્મદાના શુદ્ધીકરણ અંગે જાગૃત કરવા માટે સરકાર દ્રારા 6 જુલાઈ થી 14 જુલાઈ સુધી 360 ગામોમાં નર્મદા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ રોજ 13 થી 15 ગામોમાં ફરીને લોકોને સેમિનાર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી અને બેઠકો યોજીને જળસંચય અંગે માહિતી આપશે, અને લોકોને નર્મદાના જળને નિર્મળ રાખવા અંગે પણ ઉત્સાહિત કરશે.

 

Similar News