ભરૂચ નર્મદા નદી પર નવ નિર્મિત કેબલ બ્રિજ થી ટ્રાફિકની સમસ્યાનું આવશે નિરાકરણ

Update: 2016-10-24 12:20 GMT

ભરૂચ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 8 પર થી પસાર થાત પહેલા વાહન ચાલકો ને એક પ્રશ્ન સતાવતો હોય છે અને એ છે ટ્રાફિક.

નર્મદા નદી પર સરદાર બ્રિજ પર સર્જાતો ચક્કાજામ ક્યારેક એટલો બધો વિકટ બની જાય છે કે 20 થી 30 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી જાય છે. જોકે હવે આ સમસ્યાનું નિરાકારણ આવશે તેમ લાગી રહ્યુ છે.

ભરૂચની ઓળખ ટ્રાફિક જામના કારણે ચક્કાજામની બની ગઈ છે. ખાસ કરીને સુરતથી વડોદરા તરફ ને.હા.નં 8 પરથી પસાર થતા વાહન ચાલકો ને તેનો સૌથી કડવો અનુભવ થયો છે. અને સરદાર બ્રિજ પર સર્જાતા ટ્રાફિકની અસર ગોલ્ડન બ્રિજ ઉપર પણ વર્તાય રહી છે.

ભરૂચ ને.હા.નં 8 નર્મદા નદી ઉપર જૂનો અને નવો એમ બે બ્રિજ છે પરંતુ જુના બ્રિજ ની તબિયત અત્યંત નાજુક બનતા તેને ભારદારી વાહનો માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. જેના કારણે એક જ બ્રિજ ઉપર વાહનો નું ભારણ વધતા ટ્રાફિક દિન પ્રતિદિન ગંભીર સમસ્યા બની ગઈ છે. પરંતુ આ વિકટ પ્રશ્નના નિરાકરણ અર્થે અંદાજીત 379 કરોડના ખર્ચે કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસો થકી આ બ્રિજ ની મંજૂરી મળી હતી અને લાર્સન એન્ડ ટર્બો દ્વારા બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

જાણવા મળ્યા મુજબ આ કેબલ બ્રિજ 1344 મીટર લંબાઈ, 22.8 મીટર પહોળાઈ ધરાવતો ફોર લેન કેબલ સ્ટે બ્રિજ છે. બ્રિજના દાસ સ્પેમ માંથી હવે માત્ર એક જ સ્પેમનું કામ બાકી છે. જયારે બ્રિજના ટાવરોમાં કેબલ લગાડવાનું કામ પણ 70 ટકા થી વધુ પૂર્ણ થઇ ગયુ હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત બ્રિજમાં 3 મીટર રોડ ઇમરજન્સી વાહનો માટે બનવવામાં આવ્યો છે, અને ઇમરજન્સીમાં વાહન પાર્કિંગના ઉપયોગ થઇ શકે તે માટે 3 મીટરનો આ રોડ બનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

કેબલ બ્રિજ ની વિશેષતાઓ પર એક નજર :-

- 1344 મીટર લંબાઈ

- 20.8 મીટર પહોળાઈ

- સ્પેમ 144 મીટરના 8 અને 96 મીટરના 2

- ટાવર 10 બાય શેપ માં 18 મીટર ઉંચા

- પીળા કેબલ 216 જે દરેક કેબલની લંબાઈ 25 થી 40 મીટરની છે.

જાણકારો કહી રહ્યા છે કે કેબલ બ્રિજનું કામ આમતો ઓગષ્ટ મહિનામાં પૂર્ણ થવાનું હતુ પરંતુ તેની અવધિ લંબાતા નવેમ્બર મહિનાના અંત સુધીમાં બ્રિજ બની ને તૈયાર થઇ જશે અને વર્ષ 2017 થી વાહન વ્યવહાર માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે.

 

 

 

 

Tags:    

Similar News