ભરૂચ પૌરાણિક રતન તળાવમાંથી કાચબા ચોરતી ગેંગ સક્રિય, એકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો

Update: 2018-03-16 12:25 GMT

ભરૂચ શહેરના મધ્યમાં આવેલ અતિ પૌરાણિક રતન તળાવમાં કાચબા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી મળી રહી છે.જેમાં કાચબા ચોરી કરવા આવેલ ૬ થી ૭ ઈસમોમાંથી એક ઈસમ સ્થાનિકોના હાથે ઝડપાઈ ગયેલ હતો.મળતી માહિતી અનુશાર ભરૂચના મધ્યમાં આવેલ અતિ પુરાણું એવું રતન તળાવમાં વર્ષો જૂનાં અને મોટા કાચબાઓ છે.

અવાર નવાર સ્થાનિકો દ્રારા ગંદકીના લીધે કાચબાઓના થતા મોતના લીધે રજૂઆતો કરેલ છે.પણ હજુ સુધી તંત્ર દ્રારા પણ તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે આજ બપોરના સમયે રતન તળાવમાં ૫ થી ૬ ઈસમો કાચબા પકડી રહ્યા હોવાની માહિતી રતન તળાવની સાફ સફાઈ માટે લડત ચલાવતા સુરેશ વાસવાને થતાં તેવો દ્રારા જગ્યા પર જઈને તપાસ કરતા અમુક ઈસમો કાચબા પકડતા હતા.તેવોની પૂછપરછ કરતાં કે ક્યાંથી આવો છો...?અહીંયા શું કરો છો..? જેવા સવાલો પૂછતાં તેવો ભાગવા લાગ્યા હતાં. જેમાંથી એક ઈસમને સુરેશ વસાવાએ પકડી પડ્યો હતો.જેનું નામ ઠામ પૂછતાં તેણે તેનું નામ આકાશ જયસિંહ વસાવા, રહે, ભોદર,સાગબારાનું હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર ઘટના બાદ કાચબા સીડ્યુલ( ૧) કેટેગરીમાં આવતાં સ્થાનિક દ્રારા ભરૂચ જંગલ ખાતાના અધિકારી શ્યામ પાટીલ અને આર.એફ.ઓ કઠેરિયા સહિત વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા અને તેમની ટીમને કરાતા તેવો દ્રારા જગ્યા પર પહોંચી બીજા અન્ય ભાગી ગયેલ ઇસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

 

Tags:    

Similar News