ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે યોજાયો વ્યસન મુક્તિ સેમિનાર

Update: 2019-06-26 10:45 GMT

ડ્રગસના દુરપયોગ અને નવી પેઢીને વ્યસનની લત છોડાવી વ્યસન મુક્ત અને સ્વસ્થ રાખવાની મુહિમને સફળ કરવાના હેતુસર ભરૂચ જયઅંબે ઇન્ટરનેશનલ શાળા નજીકમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીખાતે કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે NSSના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્ર ભરૂચ સંચાલિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે એન.એસ.એસના વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત આ વ્યસન મુક્તિ સેમીનારમાં ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ(SOG) ના PSI એસ.એન. ગોહીલ તથા PSI કે.એમ.ચૌધરીની ટીમ દ્વારા સહયોગી બની વ્યસન મુક્તિ અંગેની માહિતિ પુરી પાડવામાં આવી હતી.

આ સેમીનારમાં ફાર્મસી કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મુખ્ય વક્તા કિરણભાઇ પટેલ દ્વારા વ્યસન મુક્તિ માટે રસસભર માહિતિ પુરી પાડી વિદ્યાર્થીઓને વ્યસન મુકત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યકેમનું સફળ સંચાલન ફારમસી કોલેજના આચાર્ય ડૉ.કિશોરભાઇ ઢોલવાની તથા જય અંબે ઇન્ટરનેશન શાળાના CBSCના આચાર્ય ધર્મેશ પુષ્કરણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને એન.એસ. એસ. ના વિદ્યાર્થીઓએ ઉપસ્થીત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News