ભરૂચ: સબજેલમાથી મોબાઈલ મળી આવવાની સપ્તાહમાં બીજી ઘટના

Update: 2021-01-07 07:26 GMT

ભરુચ સબજેલમાંથી 2 મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસના ચેકિંગ દરમ્યાન જેલની બેરેક નંબર સી-2માંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવતા બી ડિવિઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Full View

ભરુચ સબજેલમાં ફરી એકવાર મોબાઇલનું ભૂત ધૂણ્યું છે અને કેદી પાસેથી બે મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી છે. સબજેલમાં જેલર ગ્રૂપ-2 તરીકે ફરજ બજાવતા કિરણ ઠાકોરને બાતમી મળી હતી કે જેલમાં સજા કાપી રહેલ કેટલાક કેદી જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે જેના આધારે ચેકિંગ કરવામાં  આવ્યું હતું જેમાં જેલની બેરેક નંબર સી-2માં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ નિર્મલસિંગ બાજીગરના પેન્ટના ખિસ્સામાથી અલગ અલગ કંપનીના બે મોબાઈલ અને બે સિમ કાર્ડ મળી આવ્યા હતા. ચેકિંગ દરમ્યાન અન્ય કેદી વિરપાલ ચાવડાએ જેલર સાથે અસભ્ય વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતે બન્ને આરોપીઓ સામે ભરુચ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે મહત્વપૂર્ણ છે કે ભરુચ સબજેલમાં સપ્તાહમાં બીજી  વખત મોબાઈલ મળી આવવાની ઘટના સામે આવી છે.આ પૂર્વે તારીખ પહેલી જાન્યુઆરીના રોજ અમદાવાદ ઝડતી સ્કવોર્ડના ચેકિંગમાં જેલના સર્કલ-2માં આંકડાના છોડ નીચે સંતાડેલ મોબાઈલ મળી આવ્યો હતો. ભરુચ સબજેલમાથી અનેક વખત મોબાઈલ મળી આવવાની ઘટના બને છે ત્યારે કેદીઓ પાસે મોબાઈલ આવે છે ક્યાથી એ સહિતની કડક તપાસ થાય એ જરૂરી છે.

Tags:    

Similar News