ભરૂચના આંગણે પ્રથમવાર કવિતાની અભિનયસહ રજૂઆત કરાઇ

Update: 2018-06-17 10:17 GMT

  • રાજકોટ અને જામનગરથી આવેલા નાટ્ય કલાકારોની અદભૂત રજૂઆત થી સૌ અભિભૂત

ભરૂચમાં પ્રથમવાર કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીનાં સાન્નિધ્યમાં અચરજ અને સ્તિત્વની કવિશ્રી પારસ હેમાણીના કાવ્ય સંગ્રહ ‘હું અને તું’ તેમજ ‘આપણી વાત’ને રાજકોટ અને જામનગરથી આવેલા નાટ્ય કલાકારોએ અદભૂત રીતે રજુ કરી હતી.

નાટ્યકાર ગૌરવ પંડ્યા અને તેમની ટીમના સદસ્યોએ આ પ્રસ્તુતિને એવી રીતે રજુ કરી કે સૌ અભિભૂત થઈ ગયા. કવિતા અભિનય સહ રજૂઆત ૧૭ જૂન ૨૦૧૮ રવિવારનું સવારે ૧૦ કલાકે કરવામાં આવી જેમાં તમન્ના સાંસ્કૃતિક સોસાયટી, જામનગર સાથે જોડાયેલા કવિગણ દ્વારા કવિતાને અભિનય સાથે પ્રસ્તુત કરવામાં આવી.

ભરૂચ ખાતે આવો પ્રયોગ પ્રથમ વાર જ કરવામાં આવ્યો છે જેને સારી એવી દાદ મળી છે. નવા કલાકારોને, નવોદિત કવિઓને સાહિત્યિક મંચ પૂરું પાડવામાં કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી હમેશા તત્પર રહે છે. ભરૂચમાં આવા સાહિત્યનાં કાર્યકમોનો અવિરત પ્રવાહ વહેતો રહે એ માટે લાયબ્રેરી દ્વારા આવા ઉમદા કાર્યક્રમો થતા રહશે.

  • અચરજ અને અસ્તિત્વની કવિતાની અભિનય સહ રજૂઆત

કવિશ્રી પારસ હેમાણીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તેમના વ્યસંગ્રહ ‘હું અને તું’ તેમજ ‘આપણી વાત’ના કાવ્યોની પ્રસ્તુતિ કરવામાં આવી જેનું સંચાલન ભરૂચના જ કવયિત્રી દર્શનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું અને સંકલન ગૌરવ પંડ્યા દ્વારા કરાયું હતું.

આવા કાર્યક્રમો ભરૂચમાં સતત થતા રહેશે અને કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી એ માટે એક ઉત્તમ મંચ છે એવું અનુભવતા સૌ શ્રોતાજનોએ લાયબ્રેરીનો આભાર માન્યો હતો અને ગ્રંથપાલ નરેન કે સોનારે લાયબ્રેરીના ટ્રસ્ટી ગૌતમભાઈ ચોક્સીનો અને મનન ભાઈ ચોક્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News