ભરૂચમાં એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી મેળો યોજાયો, ૨૬૭ અરજીઓ આવી

Update: 2018-06-20 13:20 GMT

ભરૂચ નગરપાલિકા અને આઇ.ટી.આઇ ભરૂચ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું હતું.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં ભરૂચ નગરપાલિકાના નવ નિયુકત પ્રમુખ સુરભીબેન તમાંકુવાલા,ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, આઇ.ટી.આઇ ભરૂચના એપ્રેન્ટીસ એદવાઇકઝર કે.એસ. અભાલોદવાલા અને મુખ્ય અધિકારી સંજય સોની સહિત પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને નગર સેવકો ઉપસ્થીત રહ્યા હતા.

ભરતી મેળાના શુભારંભમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજય સરકારના અભિગમને વ્યક્ત કરતા ખ્યું હતું કે, જિલ્લાના લયકાત ધરાવતા યુવાન આને યુવતીઓને સ્થળ પર જ તાલીમ અને વધુ જ્ઞાન મળે તેમજ એપ્રેન્ટીસ તાલીમ દરમીયાન તેમને યોગ્ય સ્ટાયપંદ પણ મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકારે એપ્રેન્ટીસ તાલીમની આગવી યોજના બનાવી છે. જેનાથી ઘનાં યુવાનોની રોજગારીની તકો ઉભી થશે.

ધારાસભ્યે યુવાનો અને યુવતીઓને માત્ર એક જ ન્હીં પણ જેટલી બને તેતલી વધુ ડીગ્રી અને અન્ય કૌશલ્ય પન મેળવવા હાકલ કરી હતી. સાથે નાનામાં નાના કામને મહત્વ આપવા અપીલ કરી હતી. આ ભરતી મેળામાં ૨૬૭ જેટલી અરજીઓ આવી હતી. જેમના ઇન્ટરવ્યુ લઈ ૧૦૦ જેટલા યુવક યુવતીઓને વિવિધ ઉગ્યોગોમાં એપ્રેન્ટીસ તરીકે ભરતી કરાશે.

Tags:    

Similar News