ભરૂચમાં નદી કિનારે દશામાંની દશા બગડી

Update: 2016-08-13 11:15 GMT

નર્મદા નદીમાં પાણી ઉતારતા મૂર્તિઓ કિનારા પરજ રઝળતી મળી

ભરૂચ જિલ્લા ભરમાં દસ દિવસ સુધી દશામાંના વ્રતની ભક્તો દ્વારા શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પરંતુ જે પ્રતિમાઓ નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું તે કિનારા પર રઝળતી મળી હતી.

ભરૂચમાં દસ દિવસ સુધી ભક્તો દ્વારા પોતાની તેમજ પરિવારજનોની દશા સુધારવા માટે પુરી શ્રદ્ધા થી દશામાંના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી, અને વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરીને નર્મદા નદીમાં ભક્તોએ વાજતે ગાજતે દશામાંની સેંકડો પ્રતિમાનું વિસર્જન કર્યું હતુ. પરંતુ નદીના પાણી ઓસરતા દશામાંની મૂર્તિઓ કિનારે રઝળતી રહી ગઈ હતી.

જે પ્રતિમાઓને ભરૂચના એક જાગૃત આચારજી યુવક ગ્રુપના યુવાનો દ્વારા ગંદકી માંથી પ્રતિમાઓ બહાર કાઢીને નદીના પાણીમાં શ્રદ્ધા પૂર્વક પુનઃ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.અને ભક્તો ની શ્રદ્ધા અને ભક્તિને અખંડિત રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News