ભારત કાચા તેલની ચુકવણી હવે રૂપિયામાં કરશે, ઈરાન સાથે કર્યો કરાર 

Update: 2018-12-06 17:16 GMT

ભારતે કાચા તેલની ખરીદીની ચૂકવણી ભારતીય ચલણ રૂપિયામાં કરવા માટે ઇરાન સાથે કરાર કર્યા છે. અમેરીકાએ ભારત અને અન્ય 7 દેશોને પ્રતિબંધ છતા ઇરાન પાસેથી કાચુ તેલ ખરીદવાની છૂટ આપી છે. ઇરાન પર આ પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગૂ થયો છે. જે બાદ રૂપિયામાં ચૂકવણી માટે સહમતી માટેના MoU કરવામાં આવ્યા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતીય રિફાઇનરી કંપનીઓ, નેશનલ ઇરાનિયન ઓઇલ કંપનીના બેંક એકાઉન્ટમાં ભારતીય રૂપિયામાં ચૂકવણી કરશે. જેમાંથી અડધી રકમ ઇરાનને ભારત દ્વારા નિકાસ કરવામાં આવેલી વસ્તુના બદલામાં ચૂકવવામાં આવશે. અમેરીકાના પ્રતિબંધ હેઠળ ભારત દ્વારા ઇરાનને અનાજ, દવાઓ અને મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ કરવામાં આવી શકે છે.

આ 180 દિવસની છૂટ દરમિયાન ભારત પ્રતિદિવસ ઇરાન પાસેથી વધારેમાં વધારે 3 લાખ બેરલ કાચા તેલની આયાત કરી શકશે. આ વર્ષે ભારતના ઇરાન પાસેથી કાચા તેલની સરેરાશ આયાત 560,000 બેરલ પ્રતિદિવસ રહી છે.

Similar News