ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રથમ ચરણ, 1857ના વિપ્લવ સાથે જોડાયેલું છે આ શહીદનું નામ

Update: 2018-07-19 09:02 GMT

1857નાં વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતની આઝાદીનું શ્રેય એક વ્યક્તિને ન આપી શકાય, પરંતુ આઝાદી મેળવવા માટેની લડતની શરૂઆત કરનાર ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીમાં મંગલ પાંડેનું નામ આજે પણ ગર્વથી લેવામાં આવે છે. મંગલ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના બળિયા જિલ્લાના નાગવા ગામ ખાતે તારીખ 19 જુલાઈ, 1827ના રોજ થયો હતો. બાવીસ વર્ષની ઉંમરે મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મી સાથે જોડાયા હતા.

ભારતની આઝાદીની પહેલી લડાઈ એટલે 1857ના વિપ્લવની શરૃઆત મંગલ પાંડેથી થઈ. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ દબાયેલું હતું. મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મી સાથે જોડાયેલા હતા. ત્યારે કંપનીએ ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી કારતૂસ ઉપયોગમાં લેવાની શરૃઆત કરી. મંગલ પાંડે એક જાણીતા અને રૃઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના પુત્ર હતા. તેમના માટે ગાય પૂજનીય માતા સમાન હતી. તે સમયે કારતૂસને ફોડવા માટે તેના પર રહેલી ચરબીને મોઢેથી ખેંચવાની રહેતી. મંગલ પાંડેએ તે વાતનો વિરોધ કર્યો અને કારતૂસનો ઉપયોગ કરવાની ના કહી દીધી. જેના પરિણામ સ્વરૃપ તેમની વર્દી ઉતારી લેવાનો અને હથિયાર છીનવી લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો.

મંગલ પાંડેએ તે આદેશ માનવાનો સાફ ઇન્કાર કરી દીધો. ૨૧ માર્ચ,1857ના રોજ મંગલ પાંડેની જડતી માટે મેજર હ્યુસન આવ્યા. જેના પર મંગલ પાંડેએ આક્રમણ કરી દીધું. આ આક્રમણ પહેલાં મંગલ પાંડેએ તેમના સાથીઓને તેમને સહકાર આપવા માટે કહ્યું હતું, પણ કોર્ટ માર્શલની બીકને કારણે તેમના સાથીઓએ તેમને મદદ કરી ન હતી. મંગલ પાંડેએ તેમની જ રાઇફલથી મેજર હ્યુસનને મોતને ઘાટ ઉતારી દીધા.

મંગલ પાંડેના આ વિદ્રોહને કારણે અંગ્રેજ ઓફિસરોએ તેમને પકડી લીધા. તેમના પર કોર્ટ માર્શલ દ્વારા કેશ ચલાવવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૃપ તેમને ૬ એપ્રિલ, 1857ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ મંગલ પાંડેની ચળવળને પરિણામે લોકોમાં જુવાળ ફાટી નીકળ્યો હતો. બ્રિટિશ સરકાર કૂટનીતિ વાપરીને મંગલ પાંડેને જે દિવસે ફાંસી આપવાની હતી, તેના દસ દિવસ પહેલાં એટલે કે 8 એપ્રિલ, 1857ના રોજ તેમને ફાંસીએ લટકાવી મોતને ઘાટ ઉતારી દીધા.

1857 માં બળવો ફાટી નીકળ્યા અગાઉના ઘટનાઓ એક મહત્વનો ભાગ ભજવી જે એક ભારતીય સૈનિક હતા. પાંડે ને વ્યાપક આધુનિક ભારતમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે ગણવામાં આવે છે. 1984 માં ભારત સરકારે તેમને ઉજવણી માં એક પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પડ્યા હતા.

Similar News