ભારતની પ્રથમ મહિલા ટનલ એન્જિનિયર એની સિન્હા રોય

Update: 2016-04-30 05:02 GMT

ભારતની પ્રથમ મહિલા ટનલ એન્જિનિયર એની સિન્હા બેંગલોર મેટ્રો પ્રોજેક્ટમાં મહત્વનો રોલ ભજવી રહ્યા છે. એનીએ ભારતની સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનમાં 4.8 કિ.મી. લાંબો નમ્મા બેંગલોર ટ્રેક બનાવવામાં મદદ કરી છે.

દક્ષિણ કોલકત્તાના એક મધ્યમ પરિવારના એની મિકેનિકલ એન્જીનિયરિંગ કરીને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવવા માંગતા હતા. પરંતુ તેમના પિતાના અવસાન બાદ તેમણે પરિવારને મદદરૂપ બનવા માટે નોકરી શરૂ કરી હતી. તેમણે જે કંપની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું તે 2007માં દિલ્હી મેટ્રો ટ્રેન માટેનું કામ સંભાળી રહી હતી. ત્યારબાદ તેમણે 2009માં ચેન્નઇ મેટ્રો સાથે કામ કર્યું હતું. 2015માં એની બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોડાયા હતા.

એક જાણીતા અંગ્રેજી અખબારને એનીએ જણાવ્યું હતું કે ભારતની મહિલાઓ ટનલ બોરિંગ મશીન ચલાવે અને ટનલમાં કામ કરે તેવું ઇચ્છુ છું.

Tags:    

Similar News