ભારતીય ક્રિકેટ ટીમે વન ડેમાં સૌથી વધુ સદી ફટકારો ફટકારી

Update: 2017-06-06 05:47 GMT

ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને વન ડેમાં પોતાનો દબદબો જમાવી દીધો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં મળેલા વિજય જ નહીં અન્ય કેટલાક આંકડા પણ ભારતીય ટીમની સફળતા દર્શાવે છે, વન ડેમાં ભારતીય બેટ્સમેન દ્રારા કુલ 245 સદી ફટકારવામાં આવી છે, વન ડેમાં સૌથી વધુ સદી કરવામાં અન્ય કોઈ ટીમ ભારતની નજીકના અંતરે પણ નથી.

આ યાદીમાં ઓસ્ટ્રેલિયા 207 સાથે બીજા અને પાકિસ્તાન 181 સદી સાથે ત્રીજા સ્થાને છે, ભારતીય ટીમ માટે સચિન તેંડુલકરે જ સૌથી વધુ 49 સદી ફટકારી છે, જેની સામે બાંગ્લાદેશ હજુ સુધી કુલ 39 સદી ફટકારી શક્યુ છે.

ભારતના અન્ય બેટ્સમેનોમાંથી વિરાટ કોહલી 27, સૌરવ ગાંગુલીએ 22, વીરેન્દ્ર સેહવાગે 15, યુવરાજસિંહએ 14, રાહુલ દ્વવિડે 12, ગૌતમ ગંભીરે 11, રોહિત શર્માએ 10, શિખર ધવન - એમએસ ધોનીએ 9 - 9 સદી ફટકારેલી છે, ભારતના કુલ 38 બેટ્સમેનો સદી ફટાકરી ચુક્યા છે.

વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવામાં સચિન બાદ પોન્ટિંગ 30 સદી સાથે બીજા સ્થાને છે, આ યાદીમાં સનત જયસૂર્યા 28 સદી સાથે ત્રીજા, કોહલી 27 સદી સાથે ચોથા, અમલા, સંગાકારા 25 સદી સાથે પાંચમા સ્થાને છે.

Similar News