ભારતીય ટીમના પ્રશિક્ષક રવિ શાસ્ત્રી

Update: 2017-07-11 12:29 GMT

મુંબઈમાં બીસીસીઆઈની ત્રણ સભ્યોની સલાહકાર સમિતિ દ્વારા તારીખ 10મી ના રોજ યોજાયેલી બેઠકમાં ૬ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવાયાં હતા, જેમાંથી તારીખ 11મી ના રોજ રવિ શાસ્ત્રીની ટીમ ઇન્ડિયાના કોચ તરીકે આગામી ૨ વર્ષ માટે પસંદગી કરવામાં આવી છે.

કોચ કુંબલેના અચાનક અપાયેલા રાજીનામાને કારણે ખાલી પડેલા સ્થાનને ભરવા ૯મી જુલાઈ સુધીમાં અરજી મંગાવાઈ હતી. બીસીસીઆઈને અરજીપેટે આવેલ ૧૦ સીવી માંથી ૬ ને ઈન્ટરવ્યૂ માટે સંપર્ક સધાયો હતો, સંભવિત નામોમાં શાસ્ત્રી, સેહવાગ, મૂડી, સિમન્સ, પાયબસ, રાજપૂતના નામ હતા.

સમિતિના એક સદસ્ય એવા સૌરવ ગાંગુલીના મત અંગે વિચાર હતો,પરંતુ હવે ૨૦૧૯ ના વિશ્વ કપ સુધી શાસ્ત્રીની કોચ તરીકે નિમણુક ની સત્તાવાર જાહેરાત થઇ છે.

 

Similar News