મુંબઇમાં હથિયારધારી યુવકો દેખાઈ દેતા ફફડાટ

Update: 2016-09-22 11:54 GMT

નવી મુંબઇના ઉરણમાં ગુરૂવારે બપોરે કેટલાક શંકાસ્પદ હથિયારબંધ યુવકો દેખાયા હોવાની સૂચના મળતા મુંબઇમાં ટેરર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતીય નેવીએ પણ એલર્ટ જાહેર કરાયુ હોવાની વાતની પૃષ્ટિ કરી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્કુલના કેટલાક બાળકોએ કાળા કપડા પહેરેલા હથિયારધારી યુવકોને જોયા હતા. આ સૂચના મળ્યાના તુરંત બાદ ટેરર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ.

ટેરર સ્કવોર્ડને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. હેલિકોપ્ટર દ્વારા પણ સંપૂર્ણ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. મુંબઇ હાર્બર પાસે આવેલ આઇએનએસ અભિમન્યુ અને હથિયાર ડેપોની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.

એલર્ટ બાદ ભારતીય નૌસેના સાથે ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. જોકે, આઇબીના જણાવ્યા મુજબ હજી સુધી કંઇ શંકાસ્પદ હાથ લાગ્યુ નથી.

 

Similar News