મોદી સરકારની બહેનો માટે રક્ષાબંધનની ભેટ... જાણો શું ?

Update: 2018-08-12 16:32 GMT

કરી રાખડીને જીએસટીની બહાર રાખવાની જાહેરાત

ગણેશ ચતુર્થીમાં પણ બધી મૂર્તિઓ, હસ્તશિલ્પ અને હેન્ડલૂમ્સ પર પણ જીએસટી હટાવી દીધું

મોદી સરકારે રક્ષાબંધન પહેલા બહેનોને મોટી ભેટ આપી છે. સરકારે આ પ્રસંગે રાખડીને જીએસટીની બહાર રાખવાની જાહેરાત કરી છે.નાણાંમંત્રી પિયૂષ ગોયલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે તેઓ રાખડીને હાલ જીએસટીમાંથી બહાર રાખી છે.

આ અંગે નાણામંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, ‘રક્ષાબંધન આવી રહી છે જેને જોતા અમે રાખડીને જીએસટીમાંથી બહાર રાખી છે. તેમજ ગણેશ ચતુર્થીમાં પણ બધી મૂર્તિઓ, હસ્તશિલ્પ અને હેન્ડલૂમ્સ પર પણ જીએસટી હટાવી દીધું છે. આ દરેક વસ્તુઓ આપણી પરંપરાનો એક ભાગ છે અને આપણે તેની સામે સન્માન બતાવવું જોઇએ.

અત્રે એ નોંધનીય છે કે, ગત જુલાઇમાં નાણામંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 28મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં સેનિટરી નેપકિનને જીએસટીમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સિવાય ૨૮% વાળા પ્રોડક્ટ્સમાં પણ જીએસટી ઘટાડવામાં આવી હતી. કુલ મળીને ૩૫ થી વધારે ઉત્પાદનો પર જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો હતો. વધુમાં નાણા મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે આ બદલાવથી ૧૦૦ થી વધારે વસ્તુઓ સસ્તી થશે. બેઠકમાં લેવાયેલ દરેક નિર્ણયો ૨૭ જુલાઈથી લાગુ થવાના હતાં. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર પર હવે ૫% ટેક્સ લાગશે. જ્યારે પહેલા આ રકમ ૫૦૦ રૂપિયા હતી. ટીવી, ફ્રિઝ અને કુલર પણ સસ્તા થયા હતાં.

Similar News