આજનાં સમયમાં સારી રોજગારી મેળવવાનું સ્વપ્ન દરેકનું હોય છે, ત્યારે ONGC અને વોખાર્ડ કંપની દ્વારા નિઃશુલ્ક ટ્રેનિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ONGC અને વોખાર્ડ કંપની દ્વારા 18 થી 35 વર્ષની મહિલાઓ માટે બ્યુટી થેરાપિષ્ટ, હેયર કટિંગ, પેડિક્યોર મેનિક્યોરનાં છ મહિનાનાં કોર્ષ તેમજ 18 વર્ષ થી 35 વર્ષનાં યુવાનો માટે છ મહિનાનો મોબાઈલ રીપેરીંગ,સીસીટીવી ઈન્સ્ટોલેશનનાં ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે.