રક્ષાબંધન પર ચંદ્ર ગ્રહણ,રક્ષા બાંધવી કે નહિની મુંજવણ

Update: 2017-08-06 10:21 GMT

શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ, પરંતુ તારીખ 7મી ઓગષ્ટે ચંદ્ર ગ્રહણને કારણે બહેનોએ ભાઈઓને રક્ષા ક્યારે બાંધવી તેની ભારે મુંજવણ સર્જાઈ છે.

તારીખ 7મી ઓગષ્ટ સોમવારે રક્ષાબંધનનો પર્વ છે, આ વર્ષે રક્ષાબંધન પર ચંદ્ર ગ્રહણ છે, ભારતમાં ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ છે, રાત્રે 10:52થી ગ્રહણ શરુ થઈને 00:22 સુધી ગ્રહણ રહેશે. 12 વર્ષ પછી રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ છે. શાસ્ત્ર અનુસાર ચંદ્ર ગ્રહણના નવ કલાક પહેલા સૂતક લાગે છે, તેથી સવારે 11:07 સુધી ભદ્રાની અસર પણ રહેશે.

શાસ્ત્ર અનુસાર ભદ્રા અને સૂતકમાં રક્ષા સૂત્ર બાંધી નહિ શકાય, કોઈ શુભ કાર્ય પણ કરવામાં આવતુ નથી. ગ્રહણ કાળ દરમિયાન વતાવરણમાં નકારાત્મકતા પણ વધી જાય છે અને દરેક જગ્યાએ અપવિત્રતાની અસર સર્જાતી હોવાનું પણ કહેવાય છે.તેથી ગ્રહણ બાદ સ્નાન કરીને મંદિર અને ઘરને સાફ કરવામાં આવે છે.

સોમવારે શ્રાવણી પૂનમે બપોરે 12:26 થી સૂતક કાલ શરૂ થઇ જશે. રક્ષા બંધન થનારુ ગ્રહણ આ વર્ષેનું બીજુ અને છેલ્લુ ચન્દ્ર ગ્રહણ છે. વર્ષનાં આ બીજા ચંદ્રગ્રહણને ચુડામણી પણ કહેવામાં આવે છે. ગ્રહણની અવધિ એક કલાક 57 મિનિટ સુધી રહેશે.

રક્ષાબંધનના પર્વ પર થનાર આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિકો માટે એક સંશોધનનો વિષય છે જ્યારે શુભ અશુભમાં માનતા લોકો રક્ષાબંધન ગ્રહણના લીધે ક્યારે મનાવવો તેની મુંજવણ અનુભવી રહ્યા છે.

Similar News