રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ ૧૧માં માળેથી છલાંગ લગાવી કર્યો આપઘાત

Update: 2019-01-24 11:22 GMT

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમા બિસીએમા અભ્યાસ કરતા વિધ્યાર્થી નિલ ઠક્કરે આપઘાત કરી લિધાની ઘટના સામે આવી છે. જી, હા મારવાડી યુનિવર્સિટીમા બિ.સી.એ.ના ચોથા સેમેસ્ટરમા અભ્યાસ કરતા નિલ ઠક્કરને બેકલોગ વધી જતા તેને ડિટેઈન કરવામા આવ્યો હતો. તો બુધવારે રેકટરે તેને બોલાવીને ગુરૂવાર સવારના 10.30 કલાક સુધીમા હોસ્ટેલનો રૂમ ખાલી કરી ચાલ્યા જવાનુ કહ્યું હતું.

રેકટરના કહ્યા બાદ નિલ ઠક્કરને લાગી આવતા તેને પોતાના રૂમની ગેલેરીમાંથી ૧૧મા માળે છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. નિલના મિત્રોએ તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડયો હતો જો કે ત્યા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો બિજી તરફ જુનાગઢથી આવેલ તેના પિતા હિરન ઠક્કરે ન્યાયની માંગણી કરતા પોલીસને કડક કાર્યવાહી કરવા આજીજી કરી હતી.

તો બિજી તરફ પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બિજી તરફ કોલેજના રજીસ્ટ્રારે પણ એકરાર કરતા કહ્યુ હતુ કે હોસ્ટેલ છોડવાની વાત વિધ્યાર્થી પહેલા તેના માતા પિતાને જાણ કરવામા આવે છે. જો કે આ મામલામા રેકટર દ્વારા વિદ્યાર્થીના માતા પિતાને કોઈ જાણ કરવામા આવી નહોતી. ત્યારે પોલીસ આ મામલે રેકટર વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરે છે કેમ તે જોવુ રહ્યું.

Similar News