રાજકોટમા બોર્ડના 2000 વિધ્યાર્થીઓ એ કર્યો યજ્ઞ

Update: 2018-03-05 11:39 GMT

રાજકોટમા બોર્ડના 2000 વિધ્યાર્થીઓ એ કર્યો યજ્ઞ, યજ્ઞમા વિધ્યાર્થીઓ સાથે માતા પિતા પણ જોડાયા

ધોરણ 10 અને 12ની પરીક્ષાના આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા વિધ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન પણ શરૂ કરવામા આવી છે. તો બિજી તરફ વિધ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામા ઉતિર્ણ થવા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

[gallery td_select_gallery_slide="slide" ids="43168,43169,43170,43171,43172"]

ત્યારે આ સમયે વિધ્યાર્થીઓમા કોન્ફિડન્સ લેવલ અપ જાય તેમજ ડિપ્રેશનના લેવલમા ઘટાડો થાય તે હેતુસર શહેરના બાલાજી મંદિર ખાતે હવનોત્સવ યોજાયો હતો. જેમા 2000થી વધુ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓ તેમના માતા પિતા સાથે જોડાયા હતા.

આ તકે હવનોત્સવ યોજાનાર આયોજકે જણાવ્યુ હતુ કે ધોરણ 10 અને ધોરણ 12 એ વિધ્યાર્થી કાળનો સૌથી મહત્વપુર્ણ પડાવ છે. ત્યારે આ અષ્ટ સિધ્ધી અને નવ નિધીના દાતા એવા બાલાજી મહારાજનો યજ્ઞ કરવાથી વિધ્યાર્થીઓમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો સાથો સાથ તેમને પરીક્ષામા ઈશ્વરીય મદદ પણ મળી રહે છે.

Similar News