રાજકોટમાં પોલીસ ASIની રીવોલ્વરની લુંટ, 3 આરોપી ઝડપાયા

Update: 2018-12-14 05:29 GMT

ગત રાત્રે શાપરના ASIને છરી બતાવી સર્વિસ રિવોલ્વરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા

રાજકોટમાં ગત રાત્રે અજીબોગરીબ ઘટના સામે આવી હતી. આમ તો સામાન્ય રીતે લુંટારૂઓ ચપ્પુની અણીએ લોકો પાસેથી લૂંટ ચલાવતા હોય છે. પરંતુ એક પોલીસમેન પાસેથી સર્વિસ રિવોલ્વરની લૂંટ થવાનો મામલો સાવે આવ્યો હતો. ASI પાસેથી સર્વિસ રિવોલ્વરની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જે પૈકીના 3 આરોપી ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રિવોલ્વર પણ જપ્ત કરી હતી.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" ids="76905,76906,76907,76908"]

શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI બકુલભાઈ માધવજીભાઈ ગત રાત્રે પારડી નજીક શીતળા મંદીર પાસેથી પસાર થતા હતાં. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને રોકીને છરીની અણીએ સર્વિસ રિવોલ્વરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે પોલીસે નાકાબંધી કરી લૂંટ ચલાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. મોડીરાત્રે શાપર પોલીસે આ આરોપીને ઝડપી પાડયા હતા.

Tags:    

Similar News