રેલ ટ્રેક પર દોડતો મહેલ, 5.5 કરોડમાં લગ્ન માટે થશે બુક

Update: 2016-10-11 09:39 GMT

ભારતીય રેલવેની આઇઆરસીટીસી દ્વારા લગ્નને યાદગાર બનાવવા માટે વેડિંગ ઓન વીલ્સ નામની સેવા શરૂ કરી છે. જેમાં લગ્નની સાથે તમે પ્રવાસની પણ મજા માણી શકો છો.

ભારતની શાહી ટ્રેન તરીકે ઓળખાતી મહારાજા એક્સપ્રેસમાં લગ્નના આયોજન માટેની સ્કિમ લાવવાનું વિચારવામાં આવી રહ્યું છે. જોકે, આ સ્કીમ ઉચ્ચ વર્ગને જ પરવડી શકે તેવી છે. કારણકે તેમાં લગ્ન કરવાનો ખર્ચ સાડા પાંચ કરોડ આંકવામાં આવી રહ્યો છે.

તે માટે અલગ-અલગ પેકેજની ઓફર કરવામાં આવશે. પ્રવાસીઓ લગ્નની મજા સાથે 8 દિવસનો પ્રવાસ પણ માણી શકશે. રેલવે દ્વારા આ પેકેજનો લાભ લેનાર દરેકના લગ્નને યાદગાર બનાવવાનો પુરો પ્રયત્ન કરવામાં આવશે. તેમજ ભારતીય રેલવે આશા વ્યક્ત કરી રહ્યું છે કે આ સ્કીમને સારો આવકાર મળશે.

આટલુ જ નહી આ ટ્રેનમાં અન્ય કોર્પોરેટ ઇવેન્ટ, ફિલ્મોનું શૂટીંગ અને અને ફેશન ઇવેન્ટનું આયોજન કરવાનું વિચારાઇ રહ્યું છે.

Similar News