વડા પ્રધાન મોદી ઇઝરાયલની જુલાઈમાં લેશે મુલાકાત

Update: 2017-04-13 07:02 GMT

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈમાં ઇઝરાયલની મુલાકાત લે તે પહેલા જ બંને દેશો વચ્ચે બે સંરક્ષણ સમજૂતી અંગે સહમતી સધાઈ ચુકી છે, એક અહેવાલ મુજબ એન્ટિ ટેન્ક મિસાઈલ અને નેવલ એર ડિફેન્સ સિસ્ટમ માટે થનારા સોદાની માહિતી હાલ ગુપ્ત રાખવામાં આવેલ છે, નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે.

ઇઝરાયેલ પાસેથી ભારત સૌથી વધુ શસ્ત્રસરંજામ આયાત કરે છે, સમીક્ષકોનું કહેવુ છે કે આ પ્રવાસ સીમા ચિન્હરૂપ બની રહેશે,ઇઝરાયેલનો પ્રવાસ તે અમેરિકા સાથે સારા સંબંધ બાંધવાની મોદીની યોજના માટે પણ અનુકૂળ છે. ભારતીય સૈન્ય માટે આગામી બે મહિનામાં સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઈલ તેમજ નૌકાદળ માટે બરાક - 8 એર મિસાઈલનો સોદો સંપન્ન થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

Similar News