વડાપ્રધાન મોદી કેદાનરનાથમાં અને સંરક્ષણ મંત્રી સૈનિકો સાથે દિવાળી બનાવશે

Update: 2018-11-07 04:21 GMT

વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે, સ્વાગતની તૈયારી શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષની દિવાળીની ઉજવણી કેદારનાથમાં કરશે. કેદારનાથ ખાતે ભગવાન શિવની પ્રાર્થના કરશે. જ્યારે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અરૂણાચલ-આસામ બોર્ડર પર ફ્રન્ટ પોસ્ટ પર જઈને સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરશે.

કેદારનાથમાં ચાલી રહેલી પરિયોજનાઓની પ્રગતિ પર દેખરેખ રાખી રહેલા વડાપ્રધાન મોદી અહીં પૂરી થયેલી બે પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરે એવી સંભાવના છે. જો કે આ વખતે ૧૮ નવેમ્બર નગરનિગમની ચૂંટણીના લીધે આચારસંહિતા લાગુ હોવાથી આવા કાર્યક્રમની શક્યતા ઓછી જણાય છે. વડાપ્રધાન સંભવિત રીતે ૬ નવેમ્બરે કેદારનાથ પહોંચશે. તેઓ શંકરાચાર્ય કુટિર અને શંકરાચાર્ય મ્યુઝિયમ જેવી યોજનાઓનું નિરક્ષણ કરશે.

ગત વર્ષે અહીંની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પાંચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ વિધિ સંપન્ન કરી હતી. આ પ્રોજેક્ટમાં મંદાકિની અને સરસ્વતી ઘાટ અને દિવાલોના ડેવલપમેન્ટ પણ સામેલ છે. જ્યાં પુજારીઓનાં મકાનો પણ બાંધવામાં આવશે.

દરમિયાન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અરૂણાચલ પ્રદેશ અને આસામ ખાતેની ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત સૈનિકો સાથે આ વખતે દિવાળીના તહેવારની ઉજવણી કરવાના છે. સંરક્ષણ મંત્રાલયે આ જાણકારી ટ્વીટ કરીને આપી હતી. જે પ્રમાણે, સંરક્ષણ મંત્રી આસામમાં દિનજાન તથા અરૂણાચલમાં આન્દ્રા લા-ઓમકાર અને અનિનીમાં સૈનિકો સાથે દિવાળી મનાવશે.

 

Similar News