વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે જુગાર રમતા પંદર જુગારીઓને ઝડપી પાડ્યા

Update: 2019-08-24 16:34 GMT

વરણામા પોલીસ મથકની હદમાં આવેલા શંકરપુરા ગામની સીમમાંથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે જુગાર રમતા પંદર જુગારીઓને હજારોની મતા સાથે ઝડપી પાડ્યા હતા.

વડોદરાના વરણામા પોલીસ મથકની હદમાં આવેલા શંકરપુરા ગામની સીમમાં ગોકુલેશ સીટી રૂમ નંબર ૩૪૫ માંથી જુગાર રમતા પંદર જુગારીઓને વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડતા જુગાર રમતા શોખીનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે શંકરપુરા ગામની સીમમાં ગોકુલેશ સીટી રૂમ નંબર ૩૪૫માં રહેતા ઇશ્વરભાઇ ડાહ્યાભાઇ પરમાર રાત્રીના બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોકત સ્થળ પર છાપો માર્યો હતો.

છાપા દરમિયાન ઈશ્વર ડાહ્યા પરમાર, ગોકુલેશ સિટી ખટંબા તા.જિ. વડોદરા હર્ષદ રમણ પાટણવાડીયા, અલ્હાદપુરા તા.જિ. વડોદરા, ઠાકોર ઉદેસિંગ પાટણવાડીયા અલ્હાદપુરા તા.જી. વડોદરા, રમેશ અંબુ પરમાર વડદલા હરીનગર તા જી વડોદરા, જિજ્ઞેશ ભગવાન પાટણવાડિયા લાલપુરા તા જી વડોદરા, અજિતસિંહ ધીરજસિંહ પરમાર' વિરાટ એસ્ટેટ સમ્રાટ પેટ્રોલ પંપ સામે વાઘોડિયા ચોકડી વડોદરા, જયંતિ વિઠ્ઠલ પરમાર વડોદરા, રસિક ભયલાલ બારીયા વડોદરા, જીતેન્દ્ર કંચન બારીયા વડોદરા, જીતેન્દ્ર શના રાઠોડ વડોદરા, મુકેશ લલ્લુ વણકર વડોદરા, રાજેશ બકોર પાટણવાડીયા અલ્હાદપુરા તા.જી વડોદરા કમલેશ કનુ વાળંદ અલ્હાદપુરા વડોદરા નાઓને ઝડપી પાડી અંગ ઝડતીના રૂપિયા ૯૮,૦૦૦ તથા દાવ પર ના ૭૬,૭૫૫ મળી કુલ રૂપિયા ૧,૭૪,૭૫૫ સાથે ઝડપી પાડી તમામ ઝડપાયેલા જુગારીઓ વિરૂદ્ધ જુગાર ધારાન એક્ટ હેઠળ વરણામા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Tags:    

Similar News