વડોદરાની ફાઈવસ્ટાર હોટલોમાંથી મળ્યો અખાધ્ય ચીજોનો જથ્થો

Update: 2018-05-18 11:32 GMT

વડોદરા શહેરની જાણીતી ફાઇવ સ્ટાર હોટલો જેવીકે ધ ગેટવે તાજ, વેલકમ ગૃપ, ફોર્ચ્યુન સહિતનાં રસોડામાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં કેરી, ટોમેટો સોસ તેમજ ચટણી સહિતની અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો. આ સાથે હોટલોમાંથી શંકાસ્પદ જણાઇ આવેલી ચીજવસ્તુઓના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર ગોહિલના જણાવ્યા અનુસાર, રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગની સુચના મુજબ આજે વડોદરા શહેરની જાણીતી 10 જેટલી 5 સ્ટાર હોટેલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન અખાદ્ય કેરી તેમજ અખાદ્ય ટોમેટો સોસ મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો. ઉનાળામાં શહેરીજનોનું આરોગ્ય જળવાઇ રહે અને લોકોને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળી રહે તે માટે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે આજે આરોગ્ય વિભાગે શહેરની ફાઇવ સ્ટાર હોટલોમાં દરોડા પાડતા ચકચાર મચી ગઇ હતી.

Tags:    

Similar News