વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમીને 2 પોઇન્ટ ગુમાવશે ભારત

Update: 2019-02-23 06:02 GMT

14 ફેબ્રુઆરી 2019 ના પુલવામામાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશ માં આક્રોશ ફેલાઈ ગયો છે અને તમામ લોકો પાકિસ્તાન સામે બદલો લેવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે વોર્લ્ડકપ માં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમશે કે નહિ તે જોવું રહ્યું.

મળતી માહિતી મુજબ બીસીસીઆઈએ કહ્યું હતું કે મેચ રમવી કે નહિ તેનો નિર્ણય સરકાર લેશે. જો સરકારને લાગતું હશે કે, ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ, તો સ્પષ્ટ છે કે, વર્લ્ડકપમાં ભારતની ટીમ પાકિસ્તાન સાથે નહીં રમે.

ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે તાજેતરમાં કહ્યું હતું કે અમે પહેલા ભારતીય છીએ અને પછી ક્રિકેટર છીએ. તો બીજી તરફ સચિન તેંડુલકર અને સુનિલ ગવાસ્કર જેવા ક્રિકેટર્સનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન સામે રમીને 2 પોઇન્ટ પ્રાપ્ત કરી લેવા જોઈએ. ઈંગ્લેન્ડમાં 30મેથી 14 જુલાઈ સુધી વર્લ્ડકપ મેચ રમવામાં આવશે, જેમાં 16 જૂને ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે.

Similar News