વાઘોડીયા: વોટ્સઅપ માધ્યમથી કિશોરીને હેરાન કરનાર રોમિયોની કરી પોલીસે અટકાયત

Update: 2019-07-11 11:24 GMT

વડોદરા જિલ્લાના એક ગામની કિશોરીને વૉટસ્એપથી અશ્લિલ ઇમેજિસ/મેસેજિસ મોકલી પરેશાન કરતા લપંટ રોડ રોમીયોની પોલીસે ધરપકડ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના એક ગામમાં રહેતી એક કિશોરીને તે જ ગામમાં રહેતો એક લપંટ યુવક મોબાઇલથી વોટ્સઅપના માધ્યમથી અશ્લિલ ઇમેજિસ તેમજ મેસેજિસ મોકલી પરેશાન કરતો હતો. કિશોરીને અશ્લિલ ઇમેજિસ તેમજ મેસેજિસ કર્યા બાદ લપંટ યુવાને કિશોરીને અશ્લિલ ઇમેજિસ તેમજ મેસેજિસ બાબતે જો કોઇને જાણ કરી તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હોવાનું કિશોરીએ જણાવ્યું હતું. કિશોરીએ આ બાબતે પોતાના માતા - પિતાને લપંટ યુવાન દ્વારા પજવણી કરાતી હોવાની જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા અધમ કૃત્ય કરનાર યુવાનની વાઘોડિયા પોલીસે મોબાઇલ નંબરના આધારે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરીને પજવતા રોડ રોમીયોએ અગાઉ પણ એક યુવતી સાથે આવું કૃત્ય કર્યુ હતું. ત્યારબાદ યુવતીના પરિવાર સાથે સમાધાન થતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. વાઘોડિયા પોલીસે લપંટ યુવક વિરૂધ્ધ પોસ્કો તેમજ સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Similar News