વારાણસીમાં કોંગ્રેસ મહાસચિવ પુજા અર્ચનમાં વ્યસ્ત તો બીજી તરફ કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તા આમને-સામને

Update: 2019-03-20 11:07 GMT

અત્યારે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં છે, જ્યાં તેઓ અનકે ઘાટો-મંદિરોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પ્રિયંકા કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. પ્રિયંકાની ગંગા યાત્રાનો આજે વારાણસી છેલ્લો પડાવ છે. ત્યારે આ પ્રકારની ઘટના બહાર આવી રહી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રામનગર શાસ્ત્રી વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અંદર અંદર જ સામ સામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ભારે ધક્કા-મુક્કી થઇ હતી, અને છૂટાહાથની મારા મારી પણ થઇ હતી. જ્યારે સ્ટેજ ઉપર કોંગ્રેસ મહાસચિવ કોંગ્રેસ પક્ષને સંબોધતા હતા, ત્યારે પાછડથી મોદી... મોદી... મોદી.... ના નારા ગુંજતા હતા. સ્વાભાવિક રીતે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓથી મોદી-મોદીના નારાઓ સહન ન થતાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ ભાજપ પક્ષના કાર્યકર્તા સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી.

જે પછી વિવાદ વધતાં મારા-મારી શરૂ થઇ ગઈ હતી. આજે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારણસીમાં પહોંચ્યા હતા. વારણસી સંસદીય વિસ્તાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે, ત્યાં હવે સરકાર આ મારા-મારી પર કેટલા આકરા પગલાં ભરે તે જોવું રહ્યું.

Similar News