વાલિયાના ભામાડીયા ગામે ખુંખાર દીપડો ગ્રામજનોના નજરે ચઢતા ભયનો માહોલ સર્જાયો 

Update: 2016-07-17 07:08 GMT

વન વિભાગ દ્વારા નરભક્ષી ને પાંજરે પુરવા ની કવાયત હાથ ધરાઈ

ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકાના ભામાડીયા ગામ નજીક ગ્રામજનો એ ખુંખાર દીપડા ને જોયો હતો અને લોકોએ ભય ના માહોલ સાથે કામ વગર ઘરની બહાર પણ નીકળવાનું માંડી વાળ્યુ છે.

જંગલો નો નાશ થવાની સાથે જ વન્ય જીવો શિકાર ની શોધમાં ગામડા ઓ માં પ્રવેશી રહ્યા છે અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામો માં સૌથી વધુ દીપડા ના કારણે લોકો ભયભીત રહે છે. ત્યારે વાલિયા ના ભામાડીયા ગામ નજીક શિકાર ની શોધ માં ફરતો દીપડો સ્થાનિક લોકો ની નજરે ચઢયો હતો અને એક ડર સાથે ગ્રામજનો એ આ અંગે ની જાણ નેત્રંગ વન વિભાગ ને કરી હતી અને વન વિભાગે નરભક્ષી દીપડાને પાંજરે પુરવા માટે મારણ સાથે એક પાંજરુ શેરડી ના ખેતર પાસે મૂક્યું છે,અને વહેલી તકે દીપડો શિકારની શોધમાં શેરડીના ખેતર બાજુ આવશે અને પાંજરે પુરાય જશે તેવી આશા ગ્રામજનો સહિત વન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે દીપડો પાંજરે પુરાય તે જરૂરી છે પરંતુ હાલ માં તો ગ્રામજનો ઘરની બહાર કે ખેતર માં જતા પણ ડરી રહ્યા છે.

 

Tags:    

Similar News