સાવરકુંડલાઃ ગુડસ ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ સિંહોનાં મોત, વન વિભાગ દોડતું થયું

Update: 2018-12-18 05:15 GMT

રાત્રિનાં સમયે બોટાદથી પીપાવાવ જઈ રહેલી ટ્રેનની અડફેટે આવી ગયેલા બે સિંહ અને એક સિંહણનું મોત

અમરેલીના સાવરકુંડલામાં બોરાળા ગામ નજીક રેલવે ફાટક પાસે આજે વહેલી સવારે માલગાડીની અડફેટે આવી જતાં ત્રણ સિંહના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જેમાં એક સિંહનું માથુ અને ધડ અલગ અલગ રેલવે ટ્રેક પર વિખેરાયેલા પડ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને મૃતદેહોને કબ્જે કર્યા હતા.

જૂનાગઢ સીસીએફએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાતના 12.45 વાગ્યાનો આ બનાવ છે. બોટાદથી માલગાડી પીપાવાવ જઇ રહી હતી. ત્યારે બોરાળા ફાટક પાસે રેલવે ટ્રેક પર છ સિંહો ચાલી રહ્યા હતા. જેમાં ત્રણ સિંહો માલગાડીની અડફેટે આવી જતાં ત્રણેયના મોત નીપજ્યા હતા. મોતને ભેટેલા ત્રણ સિંહોમાં દોઢથી બે વર્ષના બે સિંહ અને એક દોઢ વર્ષની સિંહણનો સમાવેશ થાય છે. ટ્રેનની સ્પીડ કેટલી હતી તે અંગે તપાસ ચાલુ છે. આમાં જે કોઇ પણ દોષિત સાબિત થશે તેની સામે કડક પગલા લેવામાં આવશે.

 

Tags:    

Similar News