સુરત: 31st અગાઉ જ વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ, બે ઇસમોને કર્યા વોન્ટેડ જાહેર

Update: 2019-12-25 12:06 GMT

આઈસર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરી રહેલા બે ઇસમોને પીસીબી પોલીસે ઝડપી પાડી આ ઘટનામાં બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને કુલ ૧૯.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

થર્ટી

ફસ્ટ નજીક આવી રહી છે ત્યારે દારૂની માંગને પૂરી કરવા માટે બુટલેગરો કામે લાગી ગયા

છે. સુરતમાં પણ બુટલેગરો દારૂનો જથ્થો પહોંચાડવાના હતા પરંતુ તે પહેલા જ પીસીબી

પોલીસે તેઓને ઝડપી પાડ્યા છે. પીસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલો આઈસર ટેમ્પો

ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પામાં તપાસ કરતા પોલીસ્ટર યાર્નના દારૂ ભરેલા બોક્ષ

મળી આવ્યા. પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ પોતાનું નામ

છેલસીંગ રાજપૂત અને મીથીલેશકુમાર ઉર્ફે અખિલેશ તિવારી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આઈસર ટેમ્પો, દારૂ અને મોબાઈલ મળી કુલ ૧૯.૦૫ લાખની મત્તા કબજે કરી

હતી અને દારૂ આપનાર સેલવાસનો એક ઇસમ અને દારૂ લેનાર એમ મળી કુલ બે ઇસમોને વોન્ટેડ

પણ જાહેર કર્યા છે અને હાલ આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે

Similar News