સુરત નવોઢાનો શણગાર કરીને મોદી મય બન્યુ

Update: 2017-04-16 07:27 GMT

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, સુરત ખાતે પીએમ મોદીના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. 12 કિલોમીટર સાથે મોદીના કાર્યક્રમનો પ્રારંભ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 16મી રવિવારના રોજ સાંજે 6.30 કલાકે સુરત એરપોર્ટ પર પધારશે, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના આગેવાનો પીએમ મોદીનું સ્વાગત કરશે.

પીએમ મોદી એરપોર્ટ થી સર્કિટ હાઉસ સુધીના 12 કિ.મી ના માર્ગમાં રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલશે. પીએમ મોદીના સ્વાગત માટે થીમ બેઝ રોશની , લેશર શો, સમગ્ર ડાયમંડ નગરીને દુલ્હન ની જેમ સજાવવામાં આવી છે. રોડ શો માં 25000 બાઈકો ઉપર 50000 યુવાનો સાથે જોડાશે.

[gallery type="slideshow" data-size="full" ids="23107,23108,23109,23110,23111,23112,23113,23114,23115,23116,23117"]

સુરતમાં રોડ શો ને ભવ્ય બનાવવા માટે સમગ્ર રૂટ ઉપર કેન્દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓ ની જાણકારી દર્શાવતી સાડીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત દર 200 મીટરે વિવિધ સમાજ, ધાર્મિક સંગઠનો, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની સહિતના સમાજો સહિત વિવિધ પ્રાંતની વેશભૂષા સાથે સજ્જ યુવક યુવતીઓ ના વૃંદો નૃત્યો થકી પીએમ મોદીનું સ્વાગત કરશે.

તારીખ 17મી એપ્રિલ સોમવારના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે પાટીદાર સમાજ નિર્મિત અત્યાધુનિક કિરણ હોસ્પિટલ તેમજ સુમુલ ડેરીના કેટલફીડ પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે.પીએમ મોદીના આગમન ને લઈને સુરતીઓ માં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે,અને સમગ્ર સુરત નો માહોલ મોદી મય બની ગયો હોય તેવું લાગી રહ્યુ છે.

કાર્યક્રમ ને લઈને સુરતમાં કિલ્લેબંધ સુરક્ષા કવચ પણ ગોઠવવામાં આવ્યુ છે.

 

Tags:    

Similar News