સુરત : માતાએ કહ્યું હતું "મારા મૃત્યુનો શોક નહીં પણ ફરજ નિભાવી લોકોસેવા કરજે", જુઓ પછી મનપાના કર્મીએ શું કર્યું..!

Update: 2020-07-23 13:58 GMT

સુરત ખાતે મહા નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીની માતાના મોત બાદ ત્રીજા જ દિવસે તેઓ ફરજ પર હાજર થઈ ગયા હતા, ત્યારે તેઓ કોરોનાના કપરા સમયે લોકોને મદદગાર થઈ પોતાની માતાને સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુરત ખાતે મહા નગરપાલિકામાં વરાછા ઝોન-Aમાં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવતા દિનેશચંદ્ર જરીવાલાની માતાનું મોત નીપજ્યું હતું. જોકે માતાના મોતના ત્રીજા જ દિવસે તેઓ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. જેમાં કોરોનાના સમયે લોકોને કેવી રીતે મદદગાર થવું તે માટે માતાને સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વરાછા ઝોનમાં દિનેશચંદ્ર જરીવાલાને સફાઈ કામગીરી, ડોર ટુ ડોર સર્વેલન્સ, કોવિડ સામે ધન્વંતરિ રથ અને આરોગ્યલક્ષી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે તેની માતા જીવીત હતી ત્યારે પોતાના દીકરાને કહ્યું હતું, તેઓને કહ્યું હતું કે, "બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા, પરંતુ ફરજ નિભાવી લોકોની સેવા કરજે". જોકે સુરતમાં એક એવા પણ કોરોના યોદ્ધા છે, જેમણે જન્મદાતાના અવસાનની દુ:ખદ પળો, આઘાત અને શોકને હ્રદયમાં દબાવી માતાની અંતિમક્રિયા, તર્પણની વિધિ પૂર્ણ કરી ત્રીજા જ દિવસે ફરજ પર હાજર થયા હતા.

Tags:    

Similar News