સુરતમાં ગણેશ વિસર્જનમાં કોમી એકતાના થયા દર્શન

Update: 2016-09-15 09:45 GMT

સુરતમાં લાલગેટ વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રામાં આવેલા સાધુ સંતોનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરાતા આ પાવન અવસરે કોમી એકતાના દર્શન થયા હતા.

શહેરના લાલગેટ વિસ્તારમાં સર્વધર્મ સમભાવ સમિતિ દક્ષિણ ગુજરાતના સંત અંબરીશાનંદ, અસીમાનંદ મહારાજ, માજી કોર્પોરેટર તથા ગણેશ વિસર્જન કમિટીના સભ્ય દિપક આફ્રિકાવાલા સહિતના ભાવિકો વિધ્નહર્તાના વિસર્જન માટે નીકળ્યા હતા.

ત્યારે લાલગેટ પાસે મુસ્લિમ બિરાદરોએ સાધુ સંતોને ફુલોની માળા પહેરાવી સ્વાગત કરીને સામાજીક સમરસતાનો સંદેશો આપ્યો હતો.

જેમાં સલીમ ઘડિયાળી, એડવોકેટ નસીમ કાદરી, એડવોકેટ જાવેદ મુલ્તાની, અમજદ પઠાણ, સૈયદ બગદાદી તથા હકિમભાઇ વગેરે મુસ્લિમ બિરાદરોએ સાધુ સંતોનું સ્વાગત કર્યું હતું.

Similar News