સુરતમાં ફરી એક વાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો: ૨ બાળકીઓ પર કર્યો જીવલેણ હુમલો

Update: 2019-05-12 05:29 GMT

દિનપ્રતિદિન રખડતાં ઢોરનો આતંક સામે આવી રહ્યો છે, સુરતમાં ફરી એક વાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સુરતના પિપોદરા ગામમાં ૨ બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.આ ઘટના બાદ બંન્ને બાળકીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="94473,94474"]

સુરતના કિમ નજીક આવેલા પિપોદરા ગામે એક રખડતા શ્વાને બે બાળકીઓ પર હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે. જેમાં નાની બહેનને છોડાવા જતા શ્વાને મોટી બહેન ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો.શ્વાનના આ હુમલામાં પ્રિયા અને શિવાંગી નામની બંન્નેવ બાળકીઓને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેવને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.હાલ આ બંન્નેવ બાળકીઓ સારવાર હેઠળ છે.

 

Similar News