સુરતમાં મંદિરનાં પૂજારીની પોલીસે પોસ્કોનાં ગુનામાં કરી ધરપકડ

Update: 2018-02-16 12:08 GMT

સુરતનાં નવસારી બજારનાં એક મંદિરનાં પૂજારી સામે 3 બાળકો સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ કૃત્ય આચરનારા 45 વર્ષીય પૂજારીની પોલીસે ધરપકડ કરી છે.

સુરતનાં ગોપી તળાવ સામે આવેલા મંદિરમાં 15 વર્ષથી આચાર્ય વીરમુનિ શ્રી શિવાલય પાંડે મહારાજ પૂજારી છે. જે કેટલાક બાળકોને ચોકલેટ અને પતંગનાં બહાને બોલાવતો હતો. જે માંથી ત્રણેક બાળકો સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હતુ.

ઘટના પ્રકાશમાં આવતા પૂજારી વિરુધ્ધ પોલીસ સ્ટેશનમાં પોસ્કો અને 377ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.જે અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ઝાલા કરી રહ્યા છે.

પૂજારીની ગંદી હરકતોનો ભોગ બનનારા બાળકોએ જણાવ્યુ હતુ કે, 12 ફેબ્રુઆરીએ પુજારીએ અમારી સાથે બદ કામ કર્યુ હતુ. જ્યારે પૂજારીએ જણાવ્યુ હતુ કે ખોટી રીતે મારી વિરૂધ્ધ આવી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પૂજારી શિવાલય પાંડે જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા તે વખતે તેનાં લગ્ન થયા હતા. ચારેક વર્ષના લગ્નગાળામાં એક પુત્રનો જન્મ થયો હતો. જે હાલ બિહારમાં એક મંદિરમાં પૂજા કરે છે અને બીએસ.સી.નો અભ્યાસ કરે છે. આ પૂજારી જ્યારે 11માં ધોરણમાં પહોંચ્યા ત્યારે તેની પત્નીનું મૃત્યુ થયું હતું. પત્નીનાં મોત પછી આ પૂજારી બિહાર થી સુરત આવી ગયા હતા અને આ જ મંદિરમાં પૂજા-પાઠ કરતા હતા.

હાલ તો પોલીસે પુજારીની ધરપકડ કરીને ત્રણ બાળકો તેમજ આરોપી પૂજારીનું તબીબી પરીક્ષણ કરવાની તજવીજ હાથધરી છે.

 

 

Similar News